Saturday June 21, 2025

[[ પોલીસ અને કાયદાના હાથે ધોવાઇ જવાય એવા સંજોગોમાં…]]

પોરબંદરના ધોબીએ ઇલેક્ટ્રિશિયનને વ્યાજે પૈસા આપ્યા: પઠાણી ઉઘરાણી કરી, તો ઇલેક્ટ્રિશિયને કાયદાનો કરંટ આપ્યો

₹30,000 માસિક 10% ના વ્યાજે આપીને પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી, મારામારી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ

પોરબંદર
પોલીસ એટલી હદે કડક થઈ છે કે લોકો હવે બીજા લોકોને ઉછીના પૈસા આપતા પણ ગભરાઈ રહ્યા છે કારણ કે એમાં પણ વ્યાજે પૈસા આપ્યાનો આરોપ લાગી જાય અને પોલીસના પનારે પડી જવાય તો જેને પૈસા આપ્યા છે એના કરતાં પણ હાલત કફોડી થઈ જાય અને ભીખ માંગવાનો વારો આવે. પોલીસ અને કાયદાના હાથે ધોવાઇ જવાય એવા સંજોગોમાં પણ પોરબંદરના એક ધોબીએ વ્યાજે પૈસા આપવાની હિંમત કરી હોવાની ઘટના એવા સમયે બહાર આવી છે કે જ્યારે તેની સામે ₹30,000 માસિક 10% ના વ્યાજે આપીને પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી, મારામારી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જયેશ રાજાભાઈ બળેજા (ઉ.વ.૩૩ ધંધો.ઈલેક્ટ્રીશીયન રહે. બોખીરા, પંચાયત ઓફિસની બાજુમાં, પોરબંદર)એ
હિતેશ ધોબી (રહે, બોખીરા, આવાસ, પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદીએ આજથી છ મહિના પહેલા આરોપી પાસેથી રૂ.૩૦,૦૦૦/- માસિક ૧૦ ટકા વ્યાજે લીધેલ અને છ મહિના દરમ્યાન ફરિયાદીએ આરોપીને રૂ.૧,૦૦,૦૦૦/-વ્યાજ તથા પેનલ્ટી સહિત ચુકવી દીધેલ હોવા છતાં, આ કામના આરોપીએ ફરિયાદી પાસે પઠાણી ઉઘરાણી કરતાં, ફરિયાદીએ વધુ વ્યાજ ચુકવવાની ના પાડતાં થોડા દિવસ પહેલા આરોપીએ ફરિયાદીને મારમારી ગાળાગાળી કરી ધાક-ધમકી આપેલ હોય, જેથી ફરિયાદીએ આરોપી વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ કરેલ હોય, જે વાતનું મનદુ:ખ રાખી આરોપીએ ફરિયાદીને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ મારમારી, હાથપગમાં તથા શરીરે મુંઢ ઈજા પંહોચાડી અને લાકડીથી ડાબા પગના ઘુંટણ તથા ડાબા કાનની નીચે ચરકાની ઈજા પંહોચાડી, ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી હતી. તા.૨૩/૧૨/૨૦૨૪ના ૧૬/૦૦ થી ૧૬/૩૦ વાગ્યા દરમ્યાન બોખીરા, કોળી સમાજની વંડીની બાજુમાં, બંધ કોલોનીમાં બનેલી આ ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસમાં ગુજરાત નાણાની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ ની કલમ- ૪૦, ૪૨ (ડી) તથા બીએનએસ ૨૦૨૩ની કલમ- ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩) મુજબ ગૂનો દાખલ થતાં ફોજદાર એસ.આર.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top