બગવદરના ફટાણા ગામે વર્તુ પુલ, પાસે નદીમાથી મળી આવેલ અજાણી લાશના કેસમાં ખંભાળિયાની મહિલાના મર્ડરનો ભેદ ઉકેલતી બગવદર પોલીસ: પોરબંદર અને જામનગર જિલ્લાના બે શખ્સોની ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, બગવદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામા અનડીટેક્ટ બનાવ તથા ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુની સુચના મુજબ બગવદર પોલીસ સ્ટેશન ના અ.મોત નં.૪૧/૨૦૨૫ તા.૨૫/૦૯/૨૦૨૫ ના રોજ નોંધાયેલ હોય અને આ કામ મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી તાબાના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પોરબંદર જીલ્લામાં આવેલ સી.સી.ટી.વી.કેમેરા ચેક કરેલ તથા નજીકમાં આવેલ સરહદી જીલ્લાઓમા આવી ગુમ જાણવા જોગ દાખલ થયેલ હોય તેની અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી માહિતી મેળવતા આ કામે મરણ જનાર બાબતે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નં.૧૬૪/૨૦૨૫ થી દાખલ થયેલ હકિકત મળતા સદરહુ ખંભાળીયા પોલીસ સ્ટેશનના ગુમ જાણવા જોગના કામે થયેલ કાગળો તથા કોઇ ડીટેઇલનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરતા, તેમજ ટેક્નિકલ સોર્સથી તથા હ્યુમન સોર્સથી હકિકત મેળવતા આ કામે મરણજનાર મમતાબેન વા/ઓ. મૃત્યુનજય પ્રધાન યાદવ, (ઉ.વ.૪૦, રહે.બંગલ વાડી, લીટલસ્ટાર સ્કુલ પાસે, ખંભાળીયા, જી.દેવભુમી દ્વારકા)નુ ગઇ તા.૨૧/૦૮/૨૦૨૫ ના રોજ આ કામના આરોપીઓએ હત્યા કરેલાની હકિકત મળતા બન્ને આરોપીઓને શોધી કાઢી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીઓના નામ સરનામા
(૧) રામદે કાનાભાઇ ઉર્ફે સુકાસાઇ અમર ઉ.વ.૨૧, ધંધો-ખેતી રહે.સોઢાણા ગામ, વર્તુ નદીના કાંઠે, મોરાણા ગામ તરફ જતા રસ્તે, વાડી વિસ્તાર તા.જી.પોરબંદર
(૨) જેઠ ઉર્ફે ધારીયો સામંતભાઇ ઓડેદરા, જાતે મેર, ઉ.વ.૨૮, ધંધો-ખેતી, રહે.મજવાણા ગામ, કેચવાડની બાજુમાં, વાડીવિસ્તાર, તા.જી.પોરબંદર, મુળ રહે.ડેરાસીકારી ગામ, તા.લાલાપુર, જી.જામનગર

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી –
ઇન્સ્પેક્ટર એમ.ડી.વાળા તથા પીએસઆઇ. એ.એસ.બારા તથા એ.એસ.આઇ. જી.એમ.વ્યાશ તથા એચ.ડી.સીસોદિયા તથા પો.હેડ.કોન્સ. ડી.આર.સીસોદિયા તથા એ.કે.ઓડેડરા તથા પો.કોન્સ. મસરીભાઇ હરદાસભાઇ એતેરીયા તથા દીલાવરસિંહ કચરાભાઇ કાછેલા તથા હિતેષ જશરાજભાઇ ઘુઘલીયા વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *