Friday June 20, 2025

બુચકાંડ

પોરબંદરમાં રુા.૧,૮૦,૦૦૦ના ચેક રીર્ટન કેસમાં આરોપી ને એક વર્ષની સજા કરતી અદાલત

પોરબંદર

પોરબંદર શહેરના મેરામણભાઈ ગીગાભાઈ થાપલીયા (રહે.શેરી નં.૩,નવો કુંભારવાડો,પોરબંદર) દ્વારા એ મતલબની ફરીયાદ કરવામાં આવેલ હતી કે મૌરી લીલુબેન લખુભાઈ (રહે.સરદાર ઉધમીંહમાર્ગ, પોલીટેકનીક કોલેજની પાછળ પોરબંદર)ને રા.૧,૮૦,૦૦૦-૦૦ (અંકે રુપીયા એક લાખ એશી હજાર પુરા) અંગત જરુરીયાત હોવાથી અને એક બીજાને સારી રીતે ઓળખતા હોવાથી હાથ ઉછીના આપેલ હતા. અને આરોપી દ્વારા ફરીયાદીને કાયદેસરની રકમ વસુલ મેળવવા માટે ચેકો આપેલા હતા. જે ચેક ફરીયાદી દ્વારા પોતાની બેન્કમાં જમા કરાવતા ચેક રીર્ટન થતા ફરીયાદીએ તેઓના એડવોકેટ મારફતે કાનુની નોટીસ પાઠવી હતી અને ત્યારબાદ પણ આરોપી દ્વારા રકમ ભરપાઈ નહી કરવામાં આવતા આરોપી સામે ધોરણસરની નેગોસીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી. આ ફરીયાદ પોરબંદરની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના એડવોકટ દ્વારા ધારદાર દલીલો કરેલ હતી અને જે દલીલો તેમજ રેકર્ડ પરના પુરાવાઓ તેમજ હકીકતો વિગેરે ધ્યાને લઈને નામદાર કોર્ટ દ્વારા આરોપીને સદર ગુન્હામાં કસુરવાર ઠરાવી સાદી કેદ ૧ વર્ષની તથા રુા.૧,૮૦,૦૦૦–૦૦ ફરીયાદીને વળતર પેટે હુકમ થયાના એક માસની અંદર ન ચુકવે તો વધુ ૬ (છ) માસની કેદનો કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ હતો. આમ,અસીલના ન્યાય પ્રત્યેના વિશ્વાસને નામદાર કોર્ટ દ્વારા વધુ મજબુત અને દૃઢ બનાવ્યો હતો અને આ કામે એડવોકેટ હર્ષ લાખાણી, ગગન થાપલીયા,દિપ્તી ચોટાઈ વિગેરે રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top