Thursday August 07, 2025

બેટ દ્વારકામાં પરપ્રાંતિય શ્રદ્ધાળુના મુદ્દામાલની ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫

          હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે રહેતા રોહનભાઈ શિવુભાઈ નામના એક શ્રદ્ધાળુઓ તાજેતરમાં દેવભૂમિના બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે રિક્ષામાં રાખેલું રૂ. 40,000 ની કિંમતનું લેપટોપ તેમજ રૂપિયા 7,000 ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ તસ્કર કોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

        આ પ્રકરણમાં બેટ દ્વારકાના પી.આઈ. કે.એસ. પટેલ, એ.એસ.આઈ. વી.એચ. સુમણીયા તેમજ એમ.એમ. ગઢવીની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, આ પ્રકરણમાં વરવાળા ગામે રહેતા અને રીક્ષો ચલાવતા મોહમ્મદ અમીન જુનસ થૈયમ નામના 29 વર્ષના મુસ્લિમ શખ્સને પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

      ઝડપાયેલા આરોપી સામે અગાઉ કચ્છ ભુજ પોલીસ મથકમાં પણ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top