
– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો –
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫
દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન શોધીને તેઓને પરત અપાવવા માટે બેટ દ્વારકા પોલીસ મથકના પી.આઈ. કે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી હતી.
બેટ દ્વારકા પોલીસમાં અરજદારો દ્વારા કરાવવામાં આવેલી નોંધને અનુલક્ષીને પોલીસ સ્ટાફના દેવુભાઈ ગઢવી તેમજ મનિષાબેન મેટાળીયા દ્વારા કરવામાં આવેલી ખાસ કાર્યવાહીમાં જુદા જુદા ચાર આસામીઓના ગુમ થયેલા મોબાઈલ ફોન જે-તે આસામીને શોધી અપાયા હતા. આમ, કુલ રૂપિયા 89 હજારની કિંમતના મોબાઈલ ફોન પરત મેળવીને જે-તે આસામીએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


(ફોટો:- કુંજન રાડિયા)