ઘોડાગાડીએ ફરિયાદીને ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી, ઝપાઝપી કરી, છરીથી ઇજા કર્યાની ફરિયાદ
પોરબંદર
બોખીરામાં ઘોડાગાડી તરીકે ઓળખાતા એક શખ્સે પ્રકાશ નામના એક 24 વર્ષના ટ્રક ડ્રાઇવર યુવક ઉપર છરીથી હુમલો કર્યાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં પ્રકાશમાં આવી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે
પ્રકાશ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૨૪, ધંધો: ટ્રક ડ્રાઈવીંગ, રહે. બોખીરા મહેર સમાજ સામે, બોખીરા)એ રાજુ ઉર્ફે ઘોડાગાડી મેરામણભાઈ ઓડેદરા (રહે, બોખીરા, જનકપુરી સોસાયટી, પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદીના બાપુજી સાથે અગાઉ કરેલ રૂપિયાના વ્યવહારનું મનદુઃખ રાખીને ફરિયાદી પાસે રૂપિયા માંગતાં, ફરિયાદીએ તેને રૂપિયા આપવાની ના પાડતાં, આરોપીએ ફરિયાદીને ભુંડી ગાળો આપીને, મારી નાખવાની ધમકી આપી, ઝપાઝપી કરીને, છરીથી ડાબા હાથની ચારેક આંગળીઓમાં ચરકાની ઈજા પંહોચાડી હતી. તા.૧૨/૧૨/૨૦૨૪ના ૧૯/૧૫ વાગ્યાના અરસામાં ખાપટ, મઢુલી હોટલથી આગળ, પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩) તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ થતાં પી એસ આઇ એસ આર જાડેજાએ તપાસ હાથ ધરી છે