

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦
સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ અને વિશ્વના ફલક પર ભજન અને સંતવાણી ને પોતાના સુર થી પ્રચલીત કરતા ભજન સમ્રાટ નારાયણ સ્વામી સૌરાષ્ટ્ નું એક ઘરેણું હતા, ગઢડા તાલુકાના આકડીયા ગામે જન્મેલા શક્તિદાન લાંગાવદરા કે જેઓ ભજન નો ભેખ લઈને નીકળી જતા પૂજ્ય નારાયણ સ્વામી તરીકે ઓળખાયા, જે આજે પોતાના અમર ભજનો, અને સંતવાણી અને રાગ રાગિણી અને તેમના મીઠા અવાજ અને હાર્મોનિયન પર ફરતી આંગળીઓ થી ઉદભવતા સુર ના કારણે સૂરના આરાધક આજે પણ અમર છે ત્યારે તેમના વતન આકડીયા તેમના લાંગાવદરા પરિવાર દ્વારા ખોબા જેવડા આકડીયા ગામે કુળદેવી શ્રી મહામાય માઁ તથા આઈ શ્રી જાનબાઈ માઁ અને લાંગાવદરા પરિવારના પૂર્વજોના પ્રતાપે ચારણ સંત મહાત્મા બ્રહ્મલીન નારાયણનંદ સરસ્વતી ગુરૂશ્રી હરિહરાનંદ સ્વામી ની મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ ચારણ મહાત્મા ઇસરદાસજી રચીત હરિરસ કથા અને રામભાવ ભજન સંતવાણીનો ત્રિવેણી સંગમ સમાન ભવ્યાતી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાવમાં આવેલ છે. જેમાં 9 તારીખે દેરડી ( જાનબાઈ) થી ખીજડિયા થઈ આકડીયા મુકામે બપોરે 3 કલાક પછી ભવ્ય પૂજ્ય નારાયણબાપુ ની મૂર્તિ ની નગરયાત્રા નીકળેલ, 10.4.25 ના રોજ રાત્રી ના 9 કલાકે અચળદાન બોક્ષા તથા તેના સાથીદારો હરિરસ નો પાઠ કરશે, 10.4.25 ગુરુવાર ના રોજ બાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા અને બીડું હોમવાનો કાર્યક્રમ યોજશે, 10.4.25 થી 15.4.25 સુધી રોજ રાત્રિના ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી અને રામભાવ ભજન નો કાર્યક્રમ યોજાશે, કથા દરમિયાન તમામ દિવસો ભોજન પ્રસાદ નું પણ આયોજન કરાયેલ છે. સંત મહાત્મા ઇસરદાસજી રચિત હરિરસ નું રસપાન તારીખ 9 થી 15 સુધી વિદ્વાન શાસ્ત્રી શ્રી ઇશ્વરચંદ્ર વ્યાસજી કરાવશે, હરિરસ કથા દરમિયાન ખુબજ મોટી સંખ્યામાં પૂજ્ય નારાયણ સ્વામી ના ભક્તો, ચારણ ગઢવી સમાજ, સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.