ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો

– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ – 

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫

        ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિની સુચના મુજબ વાડીનારના પી.એસ.આઈ. વી.આર. શુક્લ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગઈકાલે બુધવારે પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા હમીદ ઉર્ફે અમુ હારુન એલિયાસ સંઘાર નામના 30 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સને ચોરીના મુદ્દામાલ તેમજ મોટર સાયકલ સહિત કુલ રૂપિયા 20,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

         આ પ્રકરણમાં વાડીનારનો ફિરોજ ઉર્ફે ફિરીયો અનવર સુંભણીયા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *