Saturday June 21, 2025

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે ભાવનગર મંડળ કચેરીમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

ઓશન બારૈયા, ભાવનગર

ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ, ભાવનગર ડિવિઝન દ્વારા 29/01/2025 ના રોજ ‘ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણ’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય – ભાવનગરના વિદ્યાર્થીઓએ સક્રિયપણે આ સ્પર્ધામાં ભાગ લિધો હતો.
ભારતીય રેલ્વે 3જી ફેબ્રુઆરી 2025 ના રોજ ઇલેક્ટ્રિક ટ્રેક્શનના 100 વર્ષ પૂર્ણ કરશે, કારણ કે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન સેવાનું ઉદ્ઘાટન 3જી ફેબ્રુઆરી 1925 ના રોજ બોમ્બે વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા હાર્બર વચ્ચે થયું હતું. રેલ્વે નેટવર્કનું 100% ઇલેક્ટ્રિફિકેશન પણ 100 વર્ષના ઇલેક્ટ્રિક ટ્રેક્શન સાથે એકરુપ છે. આથી ભારતીય રેલવે વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે.
ચિત્ર સ્પર્ધામાં હર્ષિતા કુમારી (વર્ગ 8મુ) દ્વારા પ્રથમ સ્થાન, દ્વિતીય સ્થાન ઝીશાન ઇનાયત રાધનપુરા (વર્ગ 8મુ), ત્રીજુ સ્થાન પંડ્યા ધ્રુવી (વર્ગ 6ઠ્ઠુ) એ પ્રાપ્ત કર્યુ હતું. સ્પર્ધાના અંતે ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણના ફાયદાઓ અંગેની જાણકારી રેલ્વે પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ ને આપવામા આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રદીપ કુમાર ગુપ્તા, સિનિયર ડિવિઝનલ ઈલેક્ટ્રીકલ ઈજનેર (ટ્રેક્શન) દ્વારા તમામ ભાગ લેનાર વિદ્યાર્થિઓને પ્રમાણપત્ર અને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી વિદ્યાર્થીઓમાં રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનના ફાયદાઓ અંગે જાગૃતિ અને ઉત્સાહ પેદા થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top