ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગરમાં એક મહિલા પોલીસ કર્મચારીને વિવિધ પ્રકારનું દબાણ કરીને તેના પર એક લુખ્ખા શખ્સે વારંવાર બળાત્કાર કર્યો હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં બહાર આવી છે. જાણવા એવું મળી રહ્યું છે કે આરોપી શખ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા પોલીસ કર્મચારી સાથે મિત્ર રૂપે સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર પછી આ મિત્રતાને અન્ય રૂપમાં તબદિલ કરી હતી.
શરૂઆતમાં આરોપી શકશે મહિલા પોલીસ યુવતી સાથે સામાન્ય વાતો કરી હતી પરંતુ બાદમાં તેને અમુક વાતો જાણી લીધા પછી અમુક બાબતને લઈને ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકે આપીને મજબૂર બનાવીને અવારનવાર બળાત્કાર કર્યો હતો. આખરે આ ઘટના 20 જાન્યુઆરીની રાત્રે ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ થાણે ફરિયાદના રૂપમાં દર્જ થઈ છે. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકી આપી અનેકવાર આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મહિલા પોલીસ કર્મચારી ઉપર બળાત્કાર જેવી ગંભીર ઘટનાની તપાસ ભાવનગર સીટી ડીવાયએસપી આર. આર. સિંઘલને સોંપવામાં આવી છે. પોલીસ ટીમે આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. આરોપી લુખ્ખો શિહોરનો કહેવાય રહ્યું છે.
