
શહેર ભાજપ અધ્યક્ષ સહિત સંગઠન અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ કાર્યકર્તાઓનો આભાર માન્યો
હરેશ પરમાર, ભાવનગર
ભાવનગરમા ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ. અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેબિનેટ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તેમજ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, મતદારોનો ઝોક ભાજપ તરફી રહ્યો હોવાથી ભાજપના ઉમેદવાર અમરશીભાઈ જંગી સરસાઈથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત શહેર ભાજપ અધ્યક્ષશ્રી, કેબિનેટ રાજ્ય મંત્રી, બન્ને ધારાસભ્યો, મેયર અને ત્રણેય મહામંત્રીઓ સહિત શહેર ભાજપ સંગઠન તેમજ પૂર્વ પ્રમુખો અને સંગઠનના પૂર્વ હોદ્દેદારોએ પ્રવાસી કાર્યકર્તાઓ, વડવા- બ વોર્ડનું સંગઠન, બુથ પ્રમુખ સહિતની બુથ સમિતિઓ, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો, મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ટ આગેવાનો તેમજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.