ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
જુનાગઢ રેન્જના નિલેશ જાંજડીયા સાહેબ (I.P.S) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S)એ પોરબંદર જિલ્લામા ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ખાસ સૂચના કરેલ હોય,અને પોરબંદર રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ માધવપુર થાણા અધિકારી કે.એન.ઠાકરીયા (PSI) તથા પોરબંદર ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર.કે. કાબરીયાની સૂચના મુજબ એલ.સી.બી ટીમ પોરબંદર તથા માધવપુર પોલીસના માણસો દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી માધવપુર પો.સ્ટે.ગુમ/જા.જોગ નં.-૦૯/૨૦૨૫ ના કામે ગુમથનાર વર્ષાબેન વા/ઓ રતિલાલ જેઠાભાઈ માવદિયા ઉ.વ.30 તથા મિતાંશ રતિલાલ માવદિયા (ઉ.વ.૦૫ રહે.માધવપુર ગામ તા.જિ.પોરબંદર)ને સુરત ખાતેથી શોધી કાઢી માધવપુર પો.સ્ટે.લાવી તેના પરિવાર સાથે મિલન કરાવી સૌને પ્રસન્નતાપૂર્ણ કામગીરી કરી “પોલીસ પ્રજાનો મિત્ર છે”તો સૂત્રને સાર્થક કરેલ છે.
આ કામગીરીમાં એ.એસ.આઈ.એમ.કે.માવદિયા, રાજેન્દ્ર જોષી, કોન્સ્ટેબલ ઉપેન્દ્ર જાડેજા, જમાદાર એ.વી.દેગામા, કોન્સ્ટેબલ નિલેશ એમ.ડોડીયા વગેરે જોડાયા હતા.
માધવપુરથી પાંચ વર્ષના બાળક સાથે ગુમ થયેલ મહિલાને સુરતથી શોધી કાઢતી પોરબંદર પોલીસ: પીએસઆઇ ઠાકરીયા અને પીઆઈ કાંબરીયાની મહેનત રંગ લાવી
