પિતા-પુત્રએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને નવા વર્ષની શરૂઆત કરી
જામ ખંભાળિયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે આજે સાંજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા હેલિકોપ્ટર મારફતે દ્વારકા આવ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પિતા-પુત્રએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પુજારીએ શાસ્ત્રોકત વિધિ અનુસાર ભગવાન દ્વારકાધીશનું પૂજન કરાવ્યું હતું. જ્યાં દર્શન કરીને તેઓએ ધન્યતા અનુભવી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)



