Saturday June 21, 2025

રાણાવાવમાં રાજભાની બહેન સાથે પ્રેમલગ્ન કરનાર હેમંત મકવાણા પર હુમલો

હેમંતને લાકડીઓથી ઢોર માર મારી ગાળો દઈ પતાવી દેવાની ધમકી આપવા મામલે રાજભા સહિત પાંચ શખ્સો સામે એફઆઇઆર

પોરબંદર
રાણાવાવના વાગડિયા વાસમાં રહેતા હેમંત મકવાણાએ રાજભા નામના એક શખ્સની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી આ રાજભા અને તેના ચાર સાથીદારોએ મળી હેમંતને લાકડીઓ વડે આડેધડ ઢોર માર માર્યો હોવાની અને બેફામ ગાળો દઈ ખૂનની ધમકી આપવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે. રાણાવાવ પોલીસમાં પાંચ સામે ગુનો દાખલ થયો છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે હેમત ગાંડુભાઇ મકવાણા (ઉ.વ.૨૨ ધંધો. મજુરી રહે.વાગડીયાવાસ રાણાવાવ જી.પોરબંદર)એ
(૧) દીપક કાનજીભાઇ સરવૈયા વાગડીયાવાસ (૨) રાજભા અરૂણભાઇ સરવૈયા (૩) હીતેશ કાનજીભાઇ સરવૈયા (૪) સાગર મોહનભાઇ સરવૈયા (૫) ભુપત સુંઢાભાઇ સરવૈયા (રહે.તમામ રાણાવાવ વાગડીયાવાસ) સામે ફરિયાદ નોંધાવી છે રેણાવાવ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૧(૩),૧૧૫(૨),૨૯૬ (B),૩૨૪(૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરીયાદીના મોટા બાપાના દીકરા કુમાર કરશનભાઇ મકવાણા એ આરોપી રાજભાની બહેન સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે વાતનું મનદુખ રાખી પ્રથમ દીપકે ફરીયાદીને જમણા હાથની કોણીના ભાગે તથા રાજભાએ બન્ને પગની સાથળના ભાગે લાકડીઓ વડે માર મારી ઇજા કરી જતા રહેલ અને પાછળથી હિતેશ તથા સાગર અને ભૂપતે આવી ફરિયાદીને લાકડીઓ તથા ઢીકા પાટુનો માર મારી શરીરે ઇજા કરી મનફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ફરીયાદીનો મોબાઇલ ફોન કી.રૂ.૧૨૦૦૦/- તોડી નાખી નુકશાની કરી આરોપીઓએ ગુન્હો કરવામાં એક બીજાને મદદગારી કરી હતી. તા-૧૩/૧/૨૦૨૫ ના કલાક ૧૪/૩૦ વાગ્યાના અરસામાં રાણાવાવ વાગડીયાવાસ પાણીના ટાંકા પાસે બનેલી આ ઘટના અંગે રાણાવાવ પોલીસમાં એફઆઇઆર થતાં જમાદાર બીએલ જાડેજાએ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top