ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનું હેરાફેરી તથા સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર વાય.જી.માથુકિયા તથા પીએસઆઇ આર.એ.ઝાલા દ્વારા આવા ઈસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામા આવેલ જે અન્વયે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્યાન હેડ કોન્સ્ટેબલ અરજન અરભમભાઈ ઓડેદરા તથા કોન્સ્ટેબલ દીલીપ જેઠાભાઈ મોઢવાડીયાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળેલ કે, મોડી રાત્રીના સમયે રુપામોરા તાબે-ભાણવડનો રહેવાસી બીપીન રુડા ખાવડુ રાણાવાવના રહેવાસી સુમીત જેઠાભાઈ કારેણા સાથે હીરો ડીલક્ષ મોટર સાયકલ જેના રજી. નંબર- GJ-25-R-0665 વાળામા માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈને રાણાવાવ બાયપાસ પીપળીયા અંડર બ્રીઝથી નિકળવાના હોવા અંગેની હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી વોય તપાસમા રહેતા આરોપી નંબર-(૧) સુમીત જેઠાભાઈ કારેણા ઉ.વ.૨૧ રહે, ગાયત્રી મંદિર પાસે. ગોપાલપરા રાણાવાવ જી-પોરબંદર તથા આરોપી નંબર-(૨) બિપિનભાઈ રેડાભાઈ ખાવડુ ઉ.વ.૩૩ રહે, હરિજન વાસ, રુપામોરા તા-ભાણવડ જી-દેવભુમિ દ્વારકા વાળાઓ હીરો કપનીનું ડીલક્ષ મોડલનુ જેના રજી. નંબર-GJ-25-R-0665 વાળુ લઈ નિકળતા કોર્ટન કરી પકડી ચેક કરતા સુકા ગાંજો વજન ૦૩ કીલો ૨૪૦ ગ્રામ કિ.રૂ. ૧,૬૨,૦૦૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં N.D.P.S. એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી)(ર-બી), ૨૯, મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.


આરોપીનું નામ:- (૧) સુમીત જેઠાભાઈ કારેણા ઉ.વ.૨૧ રહે, ગાયત્રી મંદિર પાસે ગોપાલપરા રાણાવાવ જી-પોરબંદર
(૨) બિપિનભાઈ રુડાભાઈ ખાવડુ ઉ.વ.૩૩ રહે, હરિજન વાસ, રુપામોરા તા- ભાણવડ જી-દેવભુમિ દ્વારકા
કબ્જે કરેલ મુદામાલ: સુકો ગાંજો કુલ વજન ૦૩ કીલો ૨૪૦ ગ્રામ કિં.રે.૧,૬૨,૦૦૦/- નો તેમજ (૨) મોબાઈલ ફોન નંગ-૦ર કિં.રે.૩૧૦૦૦/- (૩) હીરો ડીલક્સ મો.સા.-૧ કી.રે.૩૦,૦૦૦/- મલી કુલ કી.રે. ૨,૦૨,૦૦૦/-ના મુદામાલ સાથે
