Saturday June 21, 2025

રાણા ખીરસરામાં રાત્રે ઘરમાં પ્રવેશી મહિલાના ₹90,000ની કિંમતના સોનાના વેઢલાની લૂંટ

મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી આચરેલું લૂંટકૃત્ય

રાણાવાવ પોલીસમાં અજાણી વ્યક્તિ સામે એફઆઇઆર: પડકારજનક ઘટના અંગે પીઆઇ એન એન તળાવિયાના તપાસચક્રો ગતિમાન

પોરબંદર
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે રાતના 8:00 વાગ્યાના સુમારે એક મકાનમાં પ્રવેશેલા અજાણ્યા વ્યક્તિએ એક મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી મહિલાએ બંને કાનમાં પહેરેલ રૂ 90 હજારની કિંમતના સોનાના બે વેઢલા કાનમાંથી વછોડી લીધા હતા અને નાસી ગયો હતો. આ લૂંટની ઘટના અંગે રાણાવાવ પોલીસમાં એફઆઇઆર થઈ છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે નાગલબેન માલદેભાઇ કરશનભાઇ પરમાર (અનુ.જાતી ઉવ.૭૫ ધંધો-નીવુત રહે- રાણા ખીરસરાગામ આબેડકરવણકરવાસ તા.રાણાવાવ)એ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યો શખ્સ ફરીયાદીના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે ગુન્હો કરવાના ઇરાદે ગેરકાયદેસર અપપ્રવેશ કરી ફરીયાદીને ઘરમાં ખાટલા ઉપર પછાડી દઇ પકડી રાખી મોઢે મુંગો દઇ બળજબરીથી ફરીયાદીએ બન્ને કાનમાં પહેરલ સોનાના વેઢલા નંગ-૨ આશરે વજન પોણા બે તોલા કી.રૂ ૯૦૦૦૦/- ના ખેચી જમણા કાનમાં ઇજા પહોચાડી સોનાના વેઢલાની લુટ કરી લઇ ભાગી ગયો હતો. તા.૧૪/૧/૨૦૨૫ કલાક ૨૦/૦૦ વાગ્યાના અરસામાં રાણા ખીરસરા ગામ ફરીયાદીના રહેણાક મકાને બનેલી આ ઘટના અંગે તા.૧૫/૧/૨૦૨૫ ૧/૩૦ વાગ્યે રાણાવાવ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૦૯(૬), ૩૩૧(૬)મુજબ ગુનો દાખલ થતાં રાણાવાવ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.તળાવીયાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top