Friday June 20, 2025

રિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ

– અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને મળી ભેટ –

કુંજન રાડિયા, જામનગર

   હાલાર પંથકના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે તાજેતરમાં રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે.

     અત્રે ઉલ્લેખનીય છેકે, ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના ખેડૂતો માટે વિવિધ પ્રકારના પાકની ખેતી ઉપરાંત પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. અહીંના ગ્રામજનો પેઢીઓથી ખેતી અને પશુપાલન કરે છે. ગ્રામ પંચાયત અને પશુપાલકોની વિનંતીના આધારે રિલાયન્સ દ્વારા નવાણિયા ખાતે 5,800 ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તાર સાથે નવી ગૌશાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે જે 60 થી વધુ ગાયોને આશ્રય આપશે. 

      શિલાન્યાસ સમારોહમાં શાસ્ત્રી રાજેશ રાજ્યગુરુ, રિલાયન્સના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાંધકામ પૂર્ણ થયા બાદ આ ગૌશાળા ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સોંપવામાં આવશે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top