વિપુલ હિરાણી
ભાવનગર તા.૬
આજે ૭ મી માર્ચ ૧૯૩૦ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની રાસ ગામે થી અંગ્રેજ અમલદારો ધરપકડ કરી હતી આથી સરદાર સાહેબ ની સૌ પ્રથમ વાર જેલ યાત્રા ની ૯૬ મી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમ ભાવનગર જિલ્લા જેલમા યોજાશે.
સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં તારીખ સાતમી માર્ચ સવારે 10 વાગે કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં સરદાર સાહેબની જેલયાત્રા વિશે સામાજિક કાર્યકર ભરત મોણપરા નું પ્રવચન યોજાશે તેમજ જિલ્લા જેલમાં શિસ્ત બંધ રીતે રહેતા હોય એવા 10 બંદીવાન ભાઈઓનું સાલ ઓઢાડી રૂમાલ અને પેનથી સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રાચી ફાર્માના પુનિતભાઈ ભટ્ટ,અગ્રણી ઉધોગપતિ જીવરાજ ભાઈ નાવડા વાળા, હિરેનભાઈ ભટ્ટ. જીલ્લા જેલ ના અધિક્ષક ડી.ડી. પ્રજાપતિ, જેલર આર. ટી. સોલંકી, જયદેવ સિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.
મહાત્મા ગાંધીજી એ મીઠા સત્યાગ્રહ ના રૂટ ની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ ને સોંપી હતી .આથી દાંડી યાત્રા ના રૂટ પર આવતા ગામો મા સભા ઓ કરતા હતા .જેમાં રાસ ગામે સભા કરી ને વાત કરતા હતા એ સમયે અંગ્રેજ અમલદારો આવી ને સરદાર વલ્લભભાઈ પટેલ ની ધરપકડ કરી ને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા .કેદી નંબર ૧૫૭૧૦ આપ્યો હતો .ચોર લુટારા ની જેમ રાખ્યા હતા .ખુબ ખરાબ વ્યવહાર કરાતો હતો .સરદાર સાહેબે જેલ મા જેલ ડાયરી લખી હતી એ ડાયરી મા જેલ ના થયેલા અનુભવો લખ્યા છે .આમ ૭ મી માર્ચ ના રોજ ગુજરાત ની મોટા ભાગની જેલો મા કાર્યક્રમ યોજાય છે ભાવનગર જીલ્લા જેલ મા વર્ષો થી સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા કાર્યકમ યોજાય છે તેમ સંસ્થાના ભરતભાઈ મોણપરાએ જણાવ્યું હતું.
