Saturday June 21, 2025

[[ સોળ સોળ વરસે આવ્યું રે કાળું ભમ્મર જીતુડું….]]

કુતિયાણામાં રુ. 58 હજારની માલમત્તાની લૂંટ-ચોરી કરીને નાસી ગયેલો જીતુ ઝડપાયો

સોનાના વેઢલા તથા દાગીનાની લૂંટના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

પોરબંદર
પોરબંદર એલસીબી પીઆઇ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એએસઆઇ ગોવિંદ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપ જાડેજા તથા કોન્સ્ટેબલ દુલા ઓડેદરા ને હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી હકીકત મળેલ કે, કુતીયાણા પોલીસના ૨૦૦૮ના આઇ પી સી. ૩૯૪, ૩૯૫, ૪૪૭, ૧૧૪, જી.પી એકટ ૧૩૫ મુજબના સોનાના વેઢલા તથા કડીઓ તથા સોનાના દાગીના તથા સોનાનો ચેઇન તથા આઠ વીટીઓ તથા રોકડા રૂા. ૧૦,૦૦૦/- મળી કુલ રૂા. ૫૭,૫૦૦/- ના મુદામાલની લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી જીતુ ઉર્ફે રીશુ નાથુસિંગ અમલીયાર (રહે પનેરી ગામ થાના ઉદયગઢ જી અલીરાજપુર મધ્યપ્રદેશ) વાળો પોતાના ગામ પનેરીમાં છે તેવી હકીકત મળતા એલ સી બી. સ્ટાફના એએસઆઇ ગોવિંદ મકવાણા વગેરેને પનેરી ગામ તા જોબટ જી અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપી રીંછુ ઉર્ફે રીસુ ઉર્ફે જીતુ સન ઓફ નાચસિંહ ઉર્ફે નાથુસિંહ સુકલાભાઇ માવડા (અમલીયાર) ઉ.વ.૫૦ રહે. પનેરી ગામ તડવી ફળીયુ પોસ્ટ બડાગુડા થાના ઉદયગઢ તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો તેના ગામ પનેરી ખાતે થી મળી આવતા મજકુર આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે પોરબંદર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કુતીયાણા પોલીસને સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં જમાદાર રાજેન્દ્ર જોષી, રણજીત દયાતર, લાખીબેન મકરીયા, ઉદય વરૂ, સલીમ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુ મક્કા, મુકેશ માવદીયા, લક્ષ્મણ ઓડેદરા, જીતુ દાસા, નાથીબેન કુછડીયા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરા, વિરેન્દ્ર પરમાર, અજય ચૌહાણ તથા ડ્રાપીસી ગોવિંદ માળીયા વિગેરે પણ રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top