હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫

      ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *