ખંભાળિયાની લેબોરેટરીમાં થયેલી રોકડ રકમની ચોરી સંદર્ભે આરોપીને ઝડપી લેવાયો
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં આવેલી શ્રેય લેબોરેટરીમાંથી તાજેતરમાં રોકડ રકમની ચોરી સંદર્ભેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના લુહાર શાળ વિસ્તારમાં રહેતા…
