Headlines

ફેમિલી કોર્ટનો સજા પામેલો નાસતો ફરતો આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬

       ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા ગફાર નુરમામદભાઈ ખફી નામના 44 વર્ષના સુમરા શખ્સને જામનગરની ફેમિલી કોર્ટ દ્વારા સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ ઉપરોક્ત શખ્સ છેલ્લા ઘણા સમયથી ધરપકડથી બચવા નાસતો ફરતો હોવાથી આને અનુલક્ષીને જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ઈરફાનભાઈ ખીરાની બાતમી પરથી પીર લાખાસર ગામની એક શાળા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

       ત્યાર બાદ જામનગર ફેમિલી કોર્ટ દ્વારા જારી કરેલા સજા વોરંટની બજવણી કરી, આ શખ્સની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *