ખંભાળિયામાં આવતીકાલે એસ.પી. સમક્ષ વ્યાજખોરોની કરી શકાશે રાવ
– પોલીસ અધિક્ષક કચેરી ખાતે ગેરકાયદેસર વ્યાજખોરો સામે કડક ઝુંબેશ –
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૪-૨૦૨૬
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દ્વારા તાજેતરમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા શખ્સો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી સાથે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ વડા દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરો (નાણા ધીરનાર) સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા આવતીકાલે મંગળવાર તા. 7 ના રોજ બપોરે 1 થી 5 વાગ્યા સુધી એસ.પી. કચેરી ખાતે ગેરકાયદેસર રીતે તોતિંગ વ્યાજ દરથી નાણા ધીરનારા શખ્સો સામે કાર્યવાહીના ભાગરૂપે આવા ભોગ બનનાર અરજદારો અત્રે એસ.પી. સમક્ષ રૂબરૂ રજૂઆત કરી શકશે. જેને પોલીસ વડા દ્વારા જરૂરી કાયદાકીય અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
ગેરકાયદેસર વ્યાજ ખોરો વિરુદ્ધના આ જનજાગૃતિ અભિયાન દ્વારા નાગરિકોને નિર્ભય બનાવી અને પોતાની સમસ્યા રજૂ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે. જેથી જિલ્લાના વ્યાજખોરોથી પીડિત નાગરિકોને મંગળવારે બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન ખંભાળિયાની એસ.પી. કચેરી ખાતે રૂબરૂ ફરિયાદ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)

( કુંજન રાડિયા)