ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા
ખંભાળિયાના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સેવાભાવી તબીબ ડો. નિસર્ગ રાણીંગાની સુપુત્રી ચિ. ખ્વાઈશ રાણીંગાએ તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 99 પી.આર. અને 94 ટકા સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
સાયન્સમાં 100 ગુણ અને મેથ્સમાં 99 ગુણ મેળવીને નોંધપાત્ર ટકાવારી સાથે અહીંની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવતા શાળાના પ્રિન્સિપાલ ફાધર બેની જોસેફ અને સ્ટાફ સાથે પરિવારજનો વિગેરે દ્વારા ખ્વાઈશ રાણીંગાને હાર્દિક અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
