દ્વારકામાં જોવા મળી ઈમાનદારીની અનોખી મિસાલ: ખોવાયેલો મોબાઈલ સાચવી રાખી પરિવારને પરત કર્યો
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હજુ પણ માનવતા અને પરસ્પર વિશ્વાસના મૂલ્યો જીવંત છે તેવો એક પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે. શહેરમાં એક પરિવારનો ખોવાયેલો કિંમતી મોબાઈલ એક સ્થાનિક નાગરિકની ઈમાનદારીથી પરત મળ્યો હતો. મળતી માહિતી મુજબ, દ્વારકામાં રહેતા રાજુભાઈ સોનૈયાનો પરિવાર રાત્રિના સમયે ભડકેશ્વર મહાદેવ…
