Friday August 08, 2025

દ્વારકામાં ટોકન વગરના માછીમાર હાસમ સામે ગૂનો દાખલ

જામ ખંભાળિયા
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા અને માછીમારી કામ કરતા હાસમ હુસેનભાઈ ઇસ્માઈલ પટેલીયા નામના 40 વર્ષના યુવાને પોતાની અહમદી નામની બોટ દરિયામાં બીજી અન્ય હોડી સાથે ટકરાય અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ફુલ સ્પીડમાં ચલાવી હતી. આટલું જ નહીં, ઉપરોક્ત માછીમાર દ્વારા માછીમારી કરવા માટે દરિયામાં જવા અંગેનું ટોકન લીધા વગર દરિયામાં જઈને લાયસન્સની શરતોને ભંગ કરતા આ અંગે દ્વારકા પોલીસે ઉપરોક્ત શખ્સ સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top