Friday August 08, 2025

ઘોઘાના કરેડા ગામે રૂ. 5050 સાથે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ઘોઘા

ઘોઘા પોલીસે તાલુકાના કરેડા ગામના પાટીયા પાસે ખાનગી બાતમી રાહે કરેડા ગામ વાંધા વાવ પાસે બાવળની કાંટમાં રૂ 5050 સાથે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા પકડાયેલ શખ્સોમાં (1) ભલાભાઇ ખોડાભાઇ લાઠીયા (2) નીતેષ ઉર્ફે પ્રેમજી ભુપતભાઇ જાદવ (3) રામજી ઉર્ફે રામો જીવણભાઇ બારૈયા (4) રાજુભાઇ પરશોત્તમભાઇ જાદવ 44 (5) કાનજીભાઇ ભુરાભાઇ દિહોરા ( રહે તમામ કરેડા)નો સમાવેશ થાય છે. આરોપીઓ સામે સરકાર તરફે કોસ્ટેબલ અનિલ મકવાણા (બકલ નં. 606)એ ફરિયાદી બની ગુનો દાખલ કરાવતાં હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top