રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપ્યું
ભાવનગર
તારીખ ૨૨-૦૧-૨૦૨૫ ના રોજ મેઘાણી હોલ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપેલ. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, અમોહભાઈ શાહ સહિત વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા, અને ડો. બાબા સાહેબ રચિત બંધારણ વિશેના માહિતીપ્રદ વક્તવ્યને માણ્યું હતું. સંવિધાન ગૌરવ અભિયાનના પ્રભારી હાર્દિકભાઈ વાઘેલા અને સહપ્રભારી જીતુભાઇ બોરીસાગર તેમજ કાર્યકરોએ ભેગા મળીને આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સફળ બનાવેલ, તેમ હરેશભાઇ પરમારની યાદી જણાવે છે.

