
સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી .
હરેશ જોષી, ખડસલિયા
સાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી શકાય તે માટે શાળામાં વિધાર્થીઓએ ચકલીઓ માટે માળા બનાવ્યાં, ચકલીઓ માટે ચણની વ્યવસ્થા તેમજ પાણીના કુંડાઓ મૂકી પાણીની વ્યવસ્થા કરાઈ અને માળાઓ શાળાનાં કેમ્પસમાં યોગ્ય જગ્યાએ માળાઓ મુકવામાં આવ્યા જેમા આજે ચકલીઓ રહેવા માટે આવી ગઈ હતી.