દિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું હરેશ જોષી, ટીમાણા માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે.આજે આ ખાસ વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા […]
Category: BHAVNAGAR
ભાવનગરના પૂર્ણિમા સ્ટુડિયોવાળા શરદભાઈ પુરોહિતની સફળ દાંપત્યની ગોલ્ડન જયુબીલી
વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૩ભાવનગરના જાણીતા પૂર્ણિમા સ્ટુડિયો ચલાવતા અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના નિવૃત્ત કર્મચારી શરદભાઈ પુરોહિત અને પન્નાબેન પુરોહિત (નિવૃત્ત શિક્ષિકા પાલીતાણા ગર્લ્સ હાઇસ્કુલ) તા. 23 મે ના રોજ સફળ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શિક્ષિત, સંસ્કારકારી આ આ દંપતીને ગોલ્ડન મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ પ્રાપ્ત […]
ભાવનગરના દેવગાણાનો જવાન નકસલવાદી હુમલામાં શહીદ
વિપુલ હિરાણી, ભાવનગર તા.23 છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન ભાવનગરના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા. ભાવનગર […]
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલના ખેડુતના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા
હરેશ જોષી, રોયલ તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલ ગામના ખેડુત મુકેશભાઈના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા છે.
પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?
GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક […]
ભાવનગરમાં શનિવારે યશવંતરાય નાટ્યગૃહ યોજાશે “બરસાત મેં તાક ધીનાં…..ધીન”…. શંકર-જયકીશનનાં સદાબહાર ગીતોનો કાર્યક્રમ
મૂકેશ પંડિત, ભાવનગર તા ૧૦-૫-૨૫ને શનિવારના રોજ ભાવેણાની લોકપ્રિય ક્લાસંસ્થા કલાપથ પ્રસ્તુત મહાન સંગીતકાર શંકર-જયકિશનના સદાબહાર ગીતોનો કાર્યક્રમબરસાતમે તાક ધીનાં… ધીન… યશવંતરાય નાટ્યગૃહમાં શંકર-જયકીશનના “ચાહકો”માટે રાત્રે ૮-૩૦( સાડા આઠ) વાગે નિઃશુલ્ક યોજાશે જેમાં ગૌરવ પુરસ્કૃત ભુપેન્દ્ર વસાવડા(રાજકોટ), ભાવેણાનુ ઘરેણુ એવા લોકપ્રિય કલાકાર પ્રીતમ શાહ ઉપરાંત વીરેન્દ્ર મેર , હસમુખ દુધરેજીયા(રાજકોટ), ડૉ એન પી કુહાડીયા, ડૉ […]
ખડસલિયા શાળાના આચાર્ય વંદના ગોસ્વામીની પાઠ્યપુસ્તક મંડળમાં પસંદગી
હરેશ જોષી. તળાજા તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી […]
કુંઢેલી પ્રાથમિક શાળાના બાળકોએ તળાજાના વિવિધ સ્થળોની મુલાકાત લઇ માહિતી મેળવી
પ્રિ વોકેશનલ અને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ પ્રવાસ માણ્યો Haresh Joshi, Kundheli તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. ધો 6 થી 8 ના બહેનો અને ભાઈઓએ બેગલેસ ડે તેમજ પ્રિ વોકેશનલ કાર્યક્રમ હેઠળ એક્સપ્લોજર મુલાકાત લઇ માહિતી મેળવી હતી.તળાજા શહેરના આ પ્રવાસમાં ન્યાય મંદિર, મામલતદાર કચેરી, pgvcl કચેરી, પોલીસ […]
કુંઢેલી ગામે વતનપ્રેમી દાતાઓ દ્વારા મુખ્ય ગેટ તેમજ પાણીના પરબનું ભૂમિપૂજન થયું
શિક્ષણપ્રેમી દાતાની સખાવતથી શાળામાં ગેટ તેમજ પાણીનું પરબ તથા ગામમાં વિશાળ મુખ્ય ગેટ નિર્માણ પામશે હરેશ જોશી, કુંઢેલીતળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં નવા નિર્માણ થયેલ બિલ્ડિંગમાં મુખ્ય ગેટના દાતા ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી પરિવાર દ્વારા આજે શાળાના ગેઈટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.તેમજ કુરજીભાઈ મોહનભાઈ ગોટી તથા જયસુખભાઈ નથુભાઈ કાળાભાઈ ગોટી પરિવાર દ્વારા નવા સંકુલમાં […]
