Headlines

ખંભાળિયાની રોઝેદાર બાળા રીફત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા ફારૂકભાઈ ડગારાની નવ વર્ષની પુત્રી રીફત ડગારાએ હાલ પવિત્ર રમજાન માસમાં 30 દિવસના રોજા રાખીને ખુદાની ઈબાદત કરી હતી.  _____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

દ્વારકામાં શ્રધ્ધાળુઓને બેભાન કરી, લૂંટ પ્રકરણના આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬         દ્વારકામાં થોડા સમય પૂર્વે ઉજવાઈ ગયેલા ફૂલડોલ ઉત્સવ દરમ્યાન અહીં પગપાળા આવેલા યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં લઈ જઈને નશીલો પદાર્થ પીવડાવી, લૂંટ થવા અંગે નોંધાયેલી પોલીસ ફરીયાદ અન્વયે જિલ્લા પોલીસના એલ.સી.બી. વિભાગે ભાવનગરના બે શખ્સોની અટકાયત કરી હતી. ત્યાર બાદ આજે બન્ને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન…

Read More

એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે: વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યો : દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૬       અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રાંધણ ગેસની વ્યાપક અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં મુન્દ્રા પોર્ટ ખાતે એલ.પી.જી. ગેસના વિશાળ જથ્થા સાથે ગઈકાલે એક જહાજ લાંગર્યા બાદ આજરોજ ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદર ખાતે પણ “નંદાદેવી” જહાજ મારફતે આશરે 47,000 મેટ્રિક ટન…

Read More

બેહ ગામે ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી : મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર

– મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬      ખંભાળિયા વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે સિમ વિસ્તારમાં રહેતા સાજણ ભારા…

Read More

શુભ વિવાહ : ખંભાળિયાના સ્વ. કિરીટભાઈ તન્નાની સુપુત્રીના શુભ લગ્ન 

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૬ :: ચિ. સેજલ * ચિ. રવિ ::      જામખંભાળિયા નિવાસી સ્વ. કિરીટભાઈ જમનાદાસ તન્ના તથા ગં.સ્વ. બીનાબેન તન્નાની લાડલી સુપુત્રી ચિ. સેજલના શુભ લગ્ન જામનગર નિવાસી શ્રીમતી ચેતનાબેન તથા શ્રી દિપકભાઈ ખીમજીભાઈ કક્કડના સુપુત્ર ચિ. રવિ સાથે શનિવાર તારીખ 14-03-2026 ના શુભ દિને જામ ખંભાળિયાની વી.ડી. બરછા નવી લોહાણા મહાજન…

Read More

દ્વારકાના બાટીસા અને ભાણવડ તાલુકાના શિવા ગામે કાલે સેવા સેતુ કાર્યક્રમ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬        દ્વારકા તાલુકાના બાટીસા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ શુક્રવાર તા. 13 ના રોજ સવારના 9 વાગ્યાથી સાત ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ગઢેચી, ગોરીયારી, બાટીસા, મૂળવેલ, નાગેશ્વર, રાંગાસર ગામનો સમાવેશ થશે.      આ જ રીતે ભાણવડ તાલુકાના શિવા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલે શુક્રવારે ૧૨ ગામોના કલસ્ટરનો…

Read More

કુરંગા સરકારી શાળાના મહિલા આચાર્યાને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા

નારી તું નારાયણી… જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬        આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતા સન્માનિત મહિલાઓનો બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા મંડળ તાલુકામાંથી શિક્ષક તરીકે એકમાત્ર કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાની પસંદગી કરવામાં આવી હતી.    …

Read More

કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે ગત તા. 8 માર્ચથી તા. 9 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ…

Read More

પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

– રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો ઉત્તર – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા)        કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી…

Read More