શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે….
