GUJARAT
દ્વારકા જિલ્લામાં યોજાનારી ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે કતલની રાત: રાજકીય પક્ષોમાં દોડધામ: દ્વારકા, ભાણવડ ભાજપ કબજે કરશે: સલાયામાં ખેંચતાણ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ તથા દ્વારકા નગરપાલિકાની આવતીકાલે રવિવારે યોજાયેલી ચૂંટણી માટેના મતદાન સંદર્ભે આજે શનિવારે કતલની રાતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ તમામ વિસ્તારમાં રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા રાત્રી જાગરણ કરીને પણ મતદારોને મનાવવા તથા આકર્ષવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. …
શેર બજારમાં રોકાણ કરવાનું કહી, ગોરાણાના વેપારી સાથે રૂપિયા સોળ લાખની છેતરપિંડી
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા કારૂભાઈ કેશુભાઈ ગોરાણીયા નામના 43 વર્ષના વેપારી યુવાન સાથે પોરબંદર તાલુકાના સીમર ગામે રહેતા રાજશી હાદાભાઈ ઓડેદરા નામના શખ્સએ સંપર્ક કેળવી, અને તેમને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કરાવી આપવાની લાલચ આપી હતી. આરોપી દ્વારા ફરિયાદ કાળુભાઈ…
ફાયનાન્સની ઉઘરાણી બાબતે બેરાજાના યુવાન ઉપર છરી વડે હુમલો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહેતા પરબતભાઈ વિક્રમભાઈ ભોચીયા નામના 37 વર્ષના આહિર યુવાન પર બેરાજા ગામના વિપુલ રાયદેભાઈ આંબલીયા નામના શખ્સ દ્વારા છરીના છ ઘા ઝીંકીને તેમને બાવડામાં, પડખામાં, ડૂંટીના ભાગે તેમજ ગરદનમાં હુમલો કરી, લોહી લોહાણ કર્યાની તથા ફ્રેકચર…
ભાવનગરમાં તા.16 ને રવિવારે રેડક્રોસ સોસાયટી દ્વારા આંખ ના રોગો માટે નેત્ર નિદાન કેમ્પ યોજાશે
કેમ્પ માં લોઢાવાળા હોસ્પિટલ ના સહકાર થી દર્દીઓ ને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવા માં આવશે ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.16 ને રવિવારે સવારે 10 થી 12.30 દરમ્યાન રેડક્રોસ ભવન દિવાનપરા રોડ,ભાવનગર ખાતે ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ ના સહકાર થી નેત્ર નિદાન કેમ્પ નું…
જામનગરના ધ્રોલ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજર બનાવી દેવાની લાલચે પોરબંદરના મહિલા સામાજીક કાર્યકર સાથે 6 લાખની ઠગાઈ
રાણાવાવના અમરદલ ગામના જાણીતા સામાજિક કાર્યકર અમરીબેન ડોડીયાએ પોરબંદરની એક મહિલા સહિત ચાર શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અમરદળ ગામના એક મહિલા સામાજીક કાર્યકરના ભત્રીજા ને જામનગરના ધ્રોલ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજર બનાવી દેવાની લાલચ આપી ચાર શખ્સોએ મળીને છ લાખની ઠગાઈ કરી હોવાની ઘટના ફરિયાદના રૂપમાં પોલીસ ચોપડે ચડી…
બગોદર હાઈવે પર પ્લોટ અપાવવાની લાલચે પોરબંદરના વેપારી સાથે રૂ 60 લાખની ઠગાઈ
પંજાબ ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ચાર શખ્સો સામે કમલાબાગ પોલીસમાં એફઆઇઆર પોરબંદરપોરબંદરના એક વેપારીને બગોદર હાઇવે ઉપર પ્લોટ અપાવી દેવાની લાલચ આપીને પંજાબ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ચાર શખ્સોએ મળીને રુ. 60 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છેપોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશનભાઇ હમીરભાઇ રાણાવાયા, મેર (ઉ.વ.૪૪,…
પત્ની સાથેના મનદુઃખમાં પતિએ આપઘાત કર્યો
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫ ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ…
પત્ની સાથેના મનદુઃખમાં પતિએ આપઘાત કર્યો
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫ ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ…
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરીનાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન
પોરબંદર 14/02/2025: શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ નાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરેલ છે.ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન તા.૨૨/૨/૨૦૨૫ ને શનિવાર નાં રોજ સવારે ૭-૦૦ કલાકે ૧ કી.મી.ની સ્પર્ધા અલગ અલગ વય જૂથ જેમાં ૬ થી ૧૪, ૧૪ થી ૪૦, ૪૦ થી ૬૦ અને ૬૦…
