Headlines

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં સામેલ થશે

રાજકોટ રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.

Read More

સણોસરામાં પૂર્ણા દિવસની થઈ ઉજવણી

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રો અંતર્ગતપૂર્ણા દિવસની થઈ ઉજવણી છે. ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કિશોરીઓને સારી વર્તણુક અને જીવન કૌશલ્ય સમજ અપાઈ. આંગણવાડી કાર્યકર્તા શ્રી સંગીતાબેન ચાવડા, શ્રી હિનાબેન પુરોહિત અને શ્રી કૈલાસબેન ચૌહાણ, શ્રી ચંદ્રિકાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Read More

રામધરી આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સિહોર તાલુકાનાં રામધરી ગામે આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવે સાથે નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ દ્વારા કિશોરીઓને સારી વર્તણુંક તથા જીવન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું. અહિંયા આંગણવાડી કાર્યકર્તા શ્રી ભૂમિબેન પંડ્યા, શ્રી ધામેલિયા અને શ્રી મધુબેન સમેજાએ સંકલન કર્યું હતું.

Read More

જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનના 14 વિધાર્થી કરાટે ચેમ્પિયનમાં જીલ્લા કક્ષાએ વિજય મેળવ્યો

હરેશ જોષી – કુંઢેલી સેન્ટ થોમસ સ્કૂલ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશીપ માં જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન ના 17 વિધાર્થીઓ ભાગીદાર બનેલ હતા. તેમાંથી 14 વિધાર્થીઓ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરીને ઇનામ મેળવેલ છે. જેમાં કેટેગરી પ્રમાણે વિધાર્થીઓએ નંબર પ્રાપ્ત કરેલ છે. જિલ્લામાં પ્રથમ રેન્ક મકવાણા સાહિલ ધનજીભાઈ – ખારી (ધોરણ ૮) અને બારૈયા…

Read More

સણોસરા આરોગ્ય કેન્દ્રમાં વિદ્યાર્થીઓની મુલાકાત

ઈશ્વરિયા શુક્રવાર તા.૧૩-૧૨-૨૦૨૪ સણોસરા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ગ્રામીણ અભ્યાસક્રમ સ્નાતક ત્રીજા વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. અધ્યાપક શ્રી કુમારગૌરવ પુરોહિત સાથે આરોગ્ય કેન્દ્રનાં તબીબી અધિકારી શ્રી આશિયાબેન હુનાણી દ્વારા દર્દીઓ અને સારવાર પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી. અંહિયા શ્રી મિતેશભાઈ ગોસ્વામી તથા શ્રી ભરતભાઈ લુણી દ્વારા પણ વિગતો આપવામાં આવી.

Read More

દિશા નિર્દેશ

– સ્નેહા દુધરેજીયા બેટા પઢાવો, સંસ્કાર સીખાવો, સમાજ બચાવો એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતા પણ વધારે સાંજ ગમે છે પપ્પા તો ખાલી ચોકલેટ લાવે છે પણ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.એ દિકરી આજે કયાં સુરક્ષિત છે.આજ નો સૌથી મોટો પ્રશ્ન એ છે.પોતાના ઘરમાં કે કામની જગ્યા પર કયાં પોતાની…

Read More