ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર નરસંગ ટેકરી સમસ્ત કોળી સેવા સમાજ દ્વારા આગામી તારીખ પચીસ જુલાઈ અને શનિવારના રોજ ઓગણીસમાં રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના નરસંગ ટેકરી સાંઈ બાબા મંદિર પાછળ સ્થિત રામદેવજી મહારાજ મંદિર ખાતે આ ધાર્મિક ઉત્સવ યોજાશે. કાર્યક્રમના પ્રારંભે તારીખ પચીસ જુલાઈ બે હજાર છવીસના રોજ બપોરે ત્રણ વાગ્યે સામૈયા અને ભવ્ય પાલખીયાત્રા નીકળશે. કરણ ભાઈ લખમણ ભાઈ બામણીયાને ત્યાંથી પ્રસ્થાન થઈને આ પાલખીયાત્રા જી.આઈ.ડી.સી. રોડ, આસોપાલવ પાર્ક તથા એરપોર્ટ સામે વાડીયે થઈને નરસંગ ટેકરી રોડ પર આવેલા સાંઈ બાબા મંદિર પાછળના
રામદેવજી મંદિર ખાતે ધર્મસભાના સ્વરૂપમાં પહોંચશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ અવસરે વિવિધ સંતો, મહેતો, સાધુઓ અને સમાજ અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે.
નરસંગ ટેકરી કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણ ભાઈ લાલજી બામણીયાની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉત્સવ પ્રસંગે ભીમજી ભાઈ રામજી ભાઈ મકવાણા, પ્રફુલ ભાઈ બામણીયા, દુદા ભાઈ મોકરીયા, ગિરીશ ભાઈ સોલંકી, બટુક ભાઈ ગોહેલ, નારણ ભાઈ બામણીયા, કરણા ભાઈ ઝોરા, હસમુખ બામણીયા, વશરામ બામણીયા, લખમણ મકવાણા, કેશુભાઈ બામણીયા, હર્ષદ ભાઈ બામણીયા, શાન્તા બેન બામણીયા, પારુલ બેન, રાણી બેન મોકરીયા તથા સંતોક બેન મકવાણા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સાંજે સાતથી દસ કલાક દરમિયાન કોઈપણ જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર સૌ ભક્તો ભોજન રૂપે મહાપ્રસાદ ગ્રહણ કરશે. રાત્રે ગાદીપતિ વિનુ ભાઈ દેશાણી અને કોટવાર જમન ભાઈ લાલજી ભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહેશે. રાત્રે દસ કલાકે રામદેવજી મહારાજના પાટોત્સવ નિમિત્તે જ્યોત પ્રાગટ્ય થશે, ત્યારબાદ નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી પ્રસ્તુત કરીને ઉપસ્થિત સૌ ભક્તોને ભક્તિના રંગે ભીંજવવામાં આવશે.
સનાતન ધર્મના તારણહાર અને દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્માના અંશ અવતાર તેમજ નકલંગ નેજાધારી શ્રી રામદેવજી મહારાજના આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે કોળી સેવા મંડળ, મહિલા મંડળ અને યુવા મંડળના ભાઈ-બહેનો દ્વારા ખૂબ જ સારી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ઉત્સવ અંગેની વિશેષ જાણકારી મેળવવા માટે લક્ષ્મણ ભાઈ લાલજી બામણીયા તેમજ મંદિરના પૂજારી ભીમજી ભાઈ રામજી મકવાણાનો સંપર્ક સાધવા માટે યાદીમાં વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવ ઉજવાશે: પાલખીયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમો સાથે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
