પેટમાં દુખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મોહનભાઈ દેવશીભાઈ કણજારીયા નામના 23 વર્ષના સતવારા યુવાનને ગત તારીખ 28 એપ્રિલના રોજ પોતાના ઘરે એકાએક ઉલટી થઈ હતી. ત્યાર બાદ તેમને પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપાડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું….
