Sunday June 22, 2025

કલ્યાણપુરના હર્ષદ ખાતે મંદિર પરિસરના વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયું 

– પ્રથમ ફેઝમાં રૂ. 8 કરોડથી વધુ રકમના ખર્ચે વિવિધ નિર્માણ કાર્યો કરાશે –  જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આશરે રૂ. આઠ કરોડથી વધુ રકમ ખર્ચે “હર્ષદ માતા મંદિર પરિસર”ના વિકાસ કામગીરીના ફેઝ- 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.        કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાત મુહૂર્ત […]

સલાયા, ઓખા વિસ્તારમાં પોલીસની સધન કાર્યવાહી: વાહનો ડીટેઇન

– દસ વીજ જોડાણો દૂર કરાયા: સવા આઠ લાખના દંડ ફટકારાયા – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે.      આ […]

ખંભાળિયામાં આગામી રવિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલી જડેશ્વર હાઉસિંગ સોસાયટી ખાતે આગામી રવિવાર તારીખ 30 માર્ચથી શનિવાર તારીખ 5 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (સમૂહ સપ્તાહ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.        શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત આ સમૂહ સપ્તાહમાં વ્યાસપીઠ પર જાણીતા શાસ્ત્રી શ્રી ચિરાગભાઈ […]

ભાણવડમાં રૂ. પોણા ચાર કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫        ભાણવડમાં દરબારગઢ ખાતે રૂ. 3.78 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં ભાણવડમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.       અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાત મુહૂર્ત બાદ તેમણે જણાવ્યું […]

દ્વારકામાં ગુરુવારથી શરૂ થનારા 11 દિવસીય 108 કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       તીર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ ખાતે આગામી ગુરૂવાર તા. 27 થી તા. 6 એપ્રિલ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં 11 દિવસીય 108 કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે.           આ અંગે પ્રખ્યાત સંત બાલક યોગેશ્વર […]

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17 ટકા કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક […]

ભાણવડમાં યુવાનની હત્યાના પ્રયાસ કરનારા શખ્સને દબોચી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો થયાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.         આ પ્રકરણમાં આરોપી એવા મોટા કાલાવડ ગામના રહીશ હાર્દિક વેજાણંદભાઈ કનારા નામના […]

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી: આરોપી ઝબ્બે

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૨૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી, લવર મુંછિયા શખ્સને દબોચી લીધો હતો.       […]

માધવપુરના મેળા સાથે દ્વારકામાં 10 એપ્રિલે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫        ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. આ કાર્યક્રમના અનુસંધાને ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક યોજાઈ હતી.       […]

ખંભાળિયા, ભાણવડમાં પી.આઈ., પી.એસ.આઈ.ની બદલીઓ બી.જે. સરવૈયાને પુનઃ ખંભાળિયા મુકાયા

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આજરોજ ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારના પોલીસ અધિકારીઓની બદલીઓના ઓર્ડરો કર્યા છે. જેમાં ખંભાળિયાના પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. બી.જે. સરવૈયાને લિવ રિઝર્વમાંથી પુનઃ ખંભાળિયા પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા અન્ય એક અધિકારી કે.બી. રાજવીને ભાણવડ પોલીસ […]

Back to Top