Headlines

ખાંભોદરના ખાણ ખનીજના કેસમાં હીટાચી મશીન છોડવાનો હુકમ ક૨તી ડીસ્ટ્રીકટ કોર્ટ

પોરબંદરખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ચેકિંગ હાથ ધરી કટર મશીનો, હીટાચી મશીન તથા ટ્રક, ટેકટર જેવા સાધનો ખનીજ ચોરી અન્વયેના કેસમાં જપ્ત કરવામાં આવતા હોય છે. તે જ રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોરબંદરની એડી. ડીસ્ટ્રીકટ કોર્ટમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે તા. ૨-૫-૨૦૨૪ ના રોજ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી અને તે…

Read More

[[ સોળ સોળ વરસે આવ્યું રે કાળું ભમ્મર જીતુડું….]]

કુતિયાણામાં રુ. 58 હજારની માલમત્તાની લૂંટ-ચોરી કરીને નાસી ગયેલો જીતુ ઝડપાયો સોનાના વેઢલા તથા દાગીનાની લૂંટના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરપોરબંદર એલસીબી પીઆઇ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એએસઆઇ ગોવિંદ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપ જાડેજા તથા કોન્સ્ટેબલ દુલા ઓડેદરા ને હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી હકીકત મળેલ કે, કુતીયાણા પોલીસના…

Read More

Electric Shock – Legal Shock (1997-2024) : પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો : પોરબંદર કસ્ટોડિયલ ઇલેક્ટ્રીક શોક કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ

આરોપી નારણ પોસ્તરિયા પાસે ગુનાની કબુલાત મેળવવા, હથિયારો કઢાવવા માટે ભટ્ટ અને અન્ય પોલીસવાળાઓએ માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યાની ફરિયાદ થઈ હતી 1997 માં આરોપી તરીકે ઝડપાયેલા નારણ અને તેના પુત્ર તેમજ ભાઈને આઇપીએસ ભટ્ટે અન્ય એક પોલીસ અધિકારી સાથે મળી માર માર્યો હોવાનો પણ આક્ષેપ હતો પોરબંદરપોરબંદર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચોથા અધિક સિનિયર સિવિલ…

Read More

ભાવનગરમાં ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ

ભાવનગર ભાજપના કાર્યકર્તાઓના ઘડતર માટે ગત ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ એવોર્ડ ધારક મહેશભાઈ દાફડા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જીવનગાથા રસાળ શૈલીમાં વર્ણવવામાં આવેલ, જ્યારે એક વર્ષ પછીની ૬ ડીસેમ્બર ૨૦૨૪ અને શુક્રવારના રોજ બાબા સાહેબના નિર્વાણ દિન નિમિતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં…

Read More

શેત્રુંજીના જમણા કાંઠે સથરા સુધી અને ડાબા કાંઠે સુધી પાંચ પાંચ પાણ મળશે: ભરતસિંહ તરેડી

ભાવનગરતા.૭/૧૨/૨૦૨૪ ના રોજ શૈત્રુજી ડેમે સલાહકાર સમિતિની બેઠક યોજાઇ તેના અધ્યક્ષ જળ જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્ત હતા આ બેઠકમાં તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા હતા તેમજ લડાયક ખેડુત નેતા ભરતસિંહ વાળા અને મોટીસંખ્યામાં ખેડુતો હતા તેમજ તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભીમભાઇ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ બન્ને કાંઠાના મંડળના અનેક પ્રમુખ…

Read More

શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય – શ્રી મોરારિબાપુ

મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ ઈશ્વરિયા,(મૂકેશ પંડિત) કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ શ્રી મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા‘સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે’ શીર્ષક સાથે મહુવામાં શ્રી કૈલાસ ગુરુકુળમાં વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે ૩૪માં જ્ઞાનસત્રનો પ્રારંભ થયો, અંહિયા દીપ પ્રાગટ્ય…

Read More

૨૩ વર્ષથી ચીટીંગના ગુન્હામાં ફરાર આરોપીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

પોરબંદરપેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે કિર્તીમંદીર પોલીસના ૨૦૦૧ના આઇ.પી.સી. ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ગેઝેટ પ્રસીધ્ધ નાસતો ફરતો આરોપી રાજુ ડાયાભાઇ સોલંકી (રહે. જુના વાડજ, અમદાવાદ) તેની સાસુ લક્ષ્મી બેનના જુના વાડજ, અમદાવાદ ખાતેના…

Read More

પોરબંદર બ્રેકિંગ

પોરબંદર 3271 કિલ્લો ડ્રગ્સ નો મામલો એન.સિ.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટ 5 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા એનસીબી દ્વારા કરવામાં આવશે પૂછપરછ સ્થાનિક કક્ષાએ કોની સંડોવણી તે અંગે વિગતો બહાર આવે તેવી શકયતા આજે સાંજે કોર્ટના જજ પોલીસ સ્ટેશનમાં કરશે કોર્ટ ઇન્વેન્ટરી કરશે

Read More

પોરબંદરમાં રાજુ ઓડેદરા હત્યા કેસમાં તેની પૂર્વ પત્ની કૃપાલીને જામીન આપતી કોર્ટ

પતિ રાજુને છોડીને કૃપાલી જેની સાથે રહેતી હતી તે રાજકોટનો શખ્સ અને તેનો ભાઈ કેમેરામાં પકડાયા પરંતુ હત્યાના કાવતરામાં કૃપાલી સામેલ હોવાનું સિદ્ધ ન થયું પોરબંદરપોરબંદ૨ના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તા.૮/૧૧/૨૦૨૩ ના રોજ ફ૨ીયાદી જેસાભાઈ નોંઘણભાઈ ઓડેદરા દ્વારા એવા મતલબની ફરીયાદ લખાવેલ હતી કે, પોતાના પુત્ર ૨ાજુભાઈ ઓડેદ૨ા કે જે એકલા જ રહેતા હોય અને તેમની…

Read More

ગુજરાતના પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 3000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

પોરબંદરઅમેરિકા અને ઇઝરાયેલને પણ પડકારો આપી રહેલું અને યુરેનિયમનો જથ્થો ભેગો કરીને અણુ બોમ્બ પણ બનાવવા જઈ રહેલું ઈરાન અને તેના આતંકવાદીઓ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનો ગેરકાયદે જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ભારતના ગુજરાતના દરિયા કિનારે પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી સીમા સુરક્ષા એજન્સીઓના એક સંયુક્ત ઓપરેશનમાં 31 હજાર…

Read More