ખંભાળિયામાં જિલ્લાના સંગઠનના નવનિયુક્ત પ્રભારી પુનિતભાઈ શર્માની મુલાકાત : જિલ્લા મહામંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિ
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. …
