Headlines

ભાણવડમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

ભાણવડ        ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાંથી પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા લીયાકત ઉર્ફે લાખા મેરાલી સોરઠીયા (ઉ.વ. 58) અને રહીમ ઉર્ફે ટી.સી. સમસુદ્દીન ભાણવડિયા (ઉ.વ. 47) નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો

Read More

દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો: ફટાકડા ફોડી, મોં મીઠાં કરાવ્યાં

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        દિલ્હી વિધાનસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચુંટણીમાં વર્ષોથી સત્તા પર રહેલી ” પાર્ટીને મ્હાત આપી, અને નોંધપાત્ર 48 સીટો મેળવીને ભાજપએ ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપના આ વિજયને ખંભાળિયા સહિત જિલ્લાના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો હતો. જેમાં ખંભાળિયાના જોધપુર ગેઈટ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો એકત્ર થયા…

Read More

દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત: આઠ મુસાફરો ઘવાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫       દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર આજરોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં ઉપરોક્ત વાહનમાં જઈ રહેલા આઠ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સરકારી…

Read More

ખંભાળિયા પાલિકાની નવી બનેલી શાક માર્કેટના ગાલાની થશે હરાજી

– તા. 25 ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજી કરાશે – જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના પોશ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક બનાવવામાં આવેલી નવી શાકમાર્કેટના ગાલાની હરાજી માટે તારીખ 25 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.          ખંભાળિયા શહેરના મહત્વના રેસીડેન્સ વિસ્તાર એસએનડીટી – રામનાથ સોસાયટી વિસ્તારમાં આજથી આશરે…

Read More

ખંભાળિયામાં માનસિક રીતે અસ્વસ્થ પરપ્રાંતિય તરુણીએ આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૨-૨૦૨૫        મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોય, આ પરિસ્થિતિમાં ગત તારીખ 3 ના રોજ તેણીએ માંઝા ગામના દેવુભાઈ લીલાભાઈ કારીયાની વાડીમાં જંતુનાશક દવા પી લેતા તેણીને…

Read More

દ્વારકાના ગોમતી ઘાટ પર બે માસથી સાઈબેરીયન સીગલ પક્ષીનો જમાવડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫          મુખ્યત્વે યુરોપ, સાયબેરીયા, કઝાકીસ્તાન અને ચાઈનામાં જોવા મળતાં વિદેશી સીગલ બર્ડ દર વર્ષે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં પણ સીગલ બર્ડ શિયાળાછે આશરે બે માસ જેટલા સમય થવા છતાં હજુ પણ સીગલ પક્ષીનો જમાવડો યથાવત જોવા મળી રહયો છે. બે માસથી મોટી…

Read More

સલાયામાં યુવાન ઉપર જીવલેણ હુમલા કેસમાં પાલિકાના તત્કાલીન પ્રમુખ સહિત 10ને 10 વર્ષની કેદ : “આપ”ના ઉમેદવારને પણ સજા ફટકારતી ખંભાળિયા સેશન્સ કોર્ટ

સામા પક્ષે ક્રોસ ફરિયાદમાં નવને આજીવન કેદ જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે નવ વર્ષ પૂર્વે એક યુવાન પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સલાયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ “આપ”ના વર્તમાન ઉમેદવાર સહિત 10 શખ્સોને ખંભાળિયાની સેશન્સ અદાલતે દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ તકરારમાં…

Read More

ખંભાળિયા: નયારા એનર્જી દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું

– સીએસઆર અંતર્ગત વિવિધ સેવાકાર્યો લોકોને અર્પિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫        ખંભાળિયા વાડીનાર સ્થિત નયારા એનર્જી દ્વારા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં કેટલાક સેવાકીય પ્રકલ્પોનું લોકાર્પણ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું.        જામનગરમાં નયારા…

Read More

સફાયો : ખંભાળિયામાં નડતરરૂપ 18 દબાણો દૂર કરતું પાલિકા તંત્ર

– ચાર રસ્તા, સુખનાથ મંદિર વિસ્તારમાં ડિમોલિશન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫     ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક આસામીઓએ કરેલા દબાણ તેમજ વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂપ એવા અતિક્રમણને દૂર કરવા સંદર્ભે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ બાદ ગઈકાલે 18 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે આગામી વધુ દબાણ હટાવવા માટે પણ…

Read More

ભાણવડમાં ચૂંટણી સંદર્ભે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

કુંજન રાડિયા, ભાણવડ , તા. ૦૭-૦૨-૨૦૨૫        આગામી દિવસોમાં ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી હતી.       જેને અનુલક્ષીને સ્થાનિક પી.એસ.આઈ. કે.એમ. મારુ…

Read More