ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર
મુખ્યમંત્રીએ આજે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટના બાંધકામની પ્રગતિ જોઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને સૂચના આપી હતી કે બાકી રહેલું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવે જેથી જનતાને ટૂંક સમયમાં મેટ્રોની સુવિધા મળી રહે. મેટ્રો ફેઝ-૨ શરૂ થવાથી હજારો મુસાફરોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. સ્ટેશનો પર મુસાફરો માટે આધુનિક સુવિધાઓ અને કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાતના શહેરી પરિવહન માળખાને વધુ મજબૂત બનાવશે.
