Headlines

આદિત્યાણામાં અગાસી પરથી પડી જતાં યુવાનનુ ં મોત

પોરબંદર: રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ત્રણ લીમડા પાસે રહેતા ૩૮ વર્ષીય હસમુખ રમણીકલાલ ઘોસીયા નામના યુવાન રાત્રિના સમયે પોતાના ઘરની અગાસી પર સૂવા ગયા હતા. મોડી રાત્રે અગાસી પરથી નીચે ઉતરતી વખતે અચાનક પગ લપસતા અથવા સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ મામલે રાણાવાવ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ વી.ડી. વાઘેલા ચલાવી રહ્યા છે.

બોખીરા સોસાયટીમાંથી મોટરસાયકલની ચોરી

પોરબંદર: શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા બોખીરા વિસ્તારમાં વાહન ચોરીનો બનાવ બન્યો છે. બોખીરા સોસાયટીમાં રહેતા પીયૂષભાઈ મનજીભાઈ રુદ્રીયાએ પોલીસમાં જાણ કરી છે કે, તેમના ઘરના પાર્કિંગમાં રાખેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર GJ 25 H 9456) કોઈ અજાણ્યા તસ્કરો ચોરી ગયા છે. આશરે ૨૭ વર્ષીય ફરિયાદીની રજૂઆત બાદ પોલીસે બિનવારસી વાહન અથવા ચોરી અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ એએસઆઈ વી.એસ. આાઠડ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *