Headlines

કલ્યાણપુર પંથકમાં ભોગાત ગામે તંત્રનું ડિમોલીશન: રહેણાંક પર ફર્યું બુલડોઝર

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫

      કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભોગાત ગામે 14 વિઘા જેટલી જમીન માં રહેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે.

     આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ અંગેના સરવે બાદ કલ્યાણપુર તાલુકા મામલતદારની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી આજરોજ ભોગાત ગામે રહેતા એક આસામી દ્વારા સરકારી જગ્યા પર અંદાજિત 14 વીઘા જમીન પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

       આ સ્થળેથી બે રૂમ, એક ઓરડી સ્વિમિંગ પૂલ સહિતનું દબાણ મામલતદારની ટીમ તેમજ પોલીસ તંત્રના સંયુક્ત ઓપરેશનમાં દૂર કરી, આ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *