
જામ ખંભાળિયાના વતની અને હાલ સુરત નિવાસી સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જીતેશભાઈ શુક્લ (પૂ.શાસ્ત્રીજી) નો આજે જન્મદિવસ છે.
પૂ. શાસ્ત્રીજી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી અખિલ ભારતીય જેવી અનેક સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી, સંસ્કૃતની ઉચ્ચતમ પદવી પ્રાપ્ત કરી, વર્તમાન સમયમાં શ્રીમદ ભાગવત અને દેવી ભાગવત આદિ પુરાણોની કથાઓના માધ્યમથી દુબઈ, આફ્રિકા, નૈરોબી, કેન્યા જેવા અનેક દેશમાં આધુનિક યુગમાં વેદ અને વિજ્ઞાનનો સમન્વય કરી અને સમાજમાં સનાતન પરંપરા અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.જેમની મધુર, લયબદ્ધવાણી સાંભળી અને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા હોય છે.
આજે પૂ. શાસ્ત્રીજીનો જન્મદિવસ હોય, તેમના વતનમાંથી પણ નગરજનો, સ્નેહીઓ, મિત્રો દ્વારા તેમને જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર 9825700773 પર શુભેચ્છાઓ પાઠવી અને તેમનાં દીર્ઘાયુષ્ય માટે પરમાત્માને પ્રાર્થના કરી રહ્યા છે.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)