Saturday June 21, 2025

જામનગરના ધ્રોલ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજર બનાવી દેવાની લાલચે પોરબંદરના મહિલા સામાજીક કાર્યકર સાથે 6 લાખની ઠગાઈ

રાણાવાવના અમરદલ ગામના જાણીતા સામાજિક કાર્યકર અમરીબેન ડોડીયાએ પોરબંદરની એક મહિલા સહિત ચાર શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ

પોરબંદર
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અમરદળ ગામના એક મહિલા સામાજીક કાર્યકરના ભત્રીજા ને જામનગરના ધ્રોલ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજર બનાવી દેવાની લાલચ આપી ચાર શખ્સોએ મળીને છ લાખની ઠગાઈ કરી હોવાની ઘટના ફરિયાદના રૂપમાં પોલીસ ચોપડે ચડી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે અમરીબેન ભીમાભાઇ મેપાભાઇ ડોડીયા (ઉવ.૫૪ ધંધો સામજીક કાર્યકર તથા મજુરી રહે.અમરદળગામ સિંગરપ્લોટ તા.રાણાવાવ જી.પોરબંદર)એ (૧)કમલેશભાઇ કારાભાઇ શીંગરખીયા રહે છાંયા પોરબંદર (૨) અસ્મીતાબેન ભરતભાઇ જોષી તથા (૩)તેનો પુત્ર ઓમ ભરતભાઇ જોષી (રહે. બન્ને સાંઢીયાવાડ છાંયા પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના ભત્રીજા પંકજને ધ્રોલ એસ.ટી. ડેપોમા આસીસ્ટન્ટ ડેપો મેનેજરની પોસ્ટ વાળી સરકારી નોકરી અપાવવા માટે આરોપી કમલેશ કારાભાઇ શીગરખીયાએ ફરીયાદીને વિશ્વાસમા લઇ આરોપી અસ્મીતાબેન જોષી સાથે મેળાપ કરાવી નોકરી અપાવવાની ખાત્રી સાથે લાલચ આપી ફરીયાદીના ભત્રીજા પંકજને નોકરી અપાવવા માટે વહીવટ પેટેના રૂપિયા સાડા છ લાખ આપવાના હોવાનુ કહી સમજાવી ફરીયાદીના ધરે આવી પૈસાની ગણતરી કરી સ્વીકારી મોટા સાહેબને જામનગર મુકામે આપવાના હોય તેવુ સમજાવી જામનગર મુકામે લઇ જઇ ત્યા આ કામના આરોપી ઓમ ભરતભાઇ જોષી ઉફે રોયલ પરમારને બસ સ્ટેશન ખાતે હાજર હોય વહીવટના રૂપીયા સાડા છ લાખ ફરીયાદીની હાજરીમા આરોપીએ લઈ છેતરપીંડી કરી હતી.
તા ૨૧/૧૨/૨૦૨૩થી છ એક માસ દરમ્યાન અમરદળ ગામ સિંગર પ્લોટ ફરીયાદીના રહેણાંક મકાને બનેલી આ ઘટના અંગે રાણાવાવ પોલીસમાં ગુનો દાખલ થતાં પી.એસ.આઇ. વીડી વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top