Saturday June 21, 2025

જામનગરની 14.7 લાખની માલમત્તાની લૂંટના પોરબંદરના બે આરોપીઓ રિમાન્ડ પર

તાર મોહમ્મદ સોસાયટીમાં એક બંગલામાં એક મહિલાને એકલી જોઈને ઘરેણા અને રોકડ સહિત ની માલવત્તાની લૂંટ ચલાવી હતી

લૂંટનું કામ તમામ કરી નાખ્યા પછી તરત જ બંને તેમની નજીકમાં પાર્ક કરેલી બાઈક ચાલુ કરીને પોરબંદર પહોંચી ગયા હતા

પોરબંદર પહોંચીને લૂંટનો માલ સગેવગે કરે અથવા ભાગ પાડે એ પહેલા જ સીસીટીવીની કૃપાથી જામનગર પોલીસ પોરબંદર પહોંચી ગઈ અને…

પોરબંદર
જામનગરની તાર મામદ સોસાયટીમાં સોમવારે ધોળા દિવસે એક મકાન માં ૧૪ લાખની માલમતાની લૂંટ પ્રકરણમાં પકડાયેલા બન્ને આરોપીઓને અદાલતમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર પોલીસે લીધા છે, પોલીસે બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીહર્ષલ કરાવ્યું હતું. તારમામદ જામનગરમાં સોસાયટી વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈ અતરિયા નામના વ્હોરા કારખાનેદારના બંગલામાં સોમવારે બપોરના સમયે હાજર રહેલા તેમના પત્ની ફરીદાબાનુ મુસ્તફાભાઇ અતરીયા (ઉ.વ-પ૮) ને બે અજાણ્યા આરોપીઓ એ આવી આયુર્વેદિક દવા આપવાનું કહી પગથી લાત મારી નીચે પછાડી દઇ મારમારી મોઢામાં કપડુ મરાવી દઇ બન્ને હાથપગ દોરી વડે બાંધી દીધા હતા. ત્યારબાદ બીજા રૂમમાં પકડી રાખી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ૧૨ ગ્રામ તથા તીજોરીમાંથી સોનાનુ બિસ્કીટ ૧૦ તોલાનુ તથા સોનાની બુટી તથા સોનાની બે ગીની ૩ ગ્રામની તથા સોનાની બંગડી નંગ- ૪ અને ચાંદીની વીંટી મળી આશરે ૨૪૦ ગ્રામ (૨૪ તોલા)ના દાગીનાની કુલ કિ.રૂ. ૧૩,૦૭,૫૦૦ તથા રોકડ રૂપીયા ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૪,૦૭,૫૦૦ની માલમત્તાની લુટ ચલાવી હતી. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પછી સીટી એ ડિવિઝન પોલીસે તપાસના અંતે તપાસનો દોર ચેક પોરબંદર સુધી લંબાવી પોરબંદરમાં રહેતા હિતેષ પ્રેમજીભાઈ હોડાર અને ધામીક હરીશભાઇ વરવાડીયાને ઝડપી લીધા હતા.
તેઓ પાસેથી લુંટમાં ગયેલો તમામ મુદ્દા માલ કબજે કરી જામનગર લઈ આવ્યા પછી અદાલત સમગ્ર રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની ઓળખ પરેડ સહિતની પ્રક્રિયા હાથ ધરી હતી.
આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળી રહ્યું છે કે જામનગરની તાન તાર મહંમદ સોસાયટીમાં જે સ્થળે લૂંટ કરી હતી તે બંગલો બધાથી અલગ પડી જતો હોવાનું અને બંગલામાં મહિલા એકલી હોવાનું જાણવા મળતા બંને અંદર ગુસ્સા હતા અને હિંસાત્મક લૂંટ ચલાવી હતી ઘટનાને અંજામ આપીને આરોપીઓ બંગલામાંથી ચાલીને ઘરની બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ પાર્ક કરેલું થોડી દૂરનું બાઈક લઈને તેઓ પોરબંદર આવી ગયા હતા પરંતુ પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા નો આધાર મળી ગયો હતો અને તેના આધારે જામનગર પોલીસને આરોપીઓની કડી મળી ગઈ હતી અને પોરબંદર આવીને જામનગર પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી અને આખરે તેઓ ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આગળની તપાસ ચાલુ છે આ કામગીરી પીઆઇ એન.એ.ચાવડા તથા એએસઆઇ કરણ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલ જાડેજા, કોન્સ્ટેબલ રવિ શર્મા, વિજય કાનાણી, યોગેન્દ્ર સોઢા, વિપુલ સોનગરા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top