જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ હીટવેવની અસર વર્તાઈ રહેલ છે. આ હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી, જાહેર જનતાએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે માર્ગદર્શન મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ તથા અખબાર વાંચવા. પુરતું પાણી પીવું તથા ઓઆરએસ, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ (કાચી કેરી), લીંબુ પાણી, છાશ વિગેરેનો ઉપયોગ કરવો, જે શરીરને ફરીથી હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.
હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા.
બને તેટલું ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો. તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો. તમારા ઘરને ઠંડુ રાખવું, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રી બારીઓ ખોલવી.
હિટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ ક્રેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર આવવાના સંકેતોને ઓળખો
માથાનો દુખાવો, ઉબકા, પરસેવો અને હુમલા. જો તમે બેભાન અથવા બીમાર અનુભવો છો, તો તરત જ ડોક્ટરને મળવું.
પ્રાણીઓને છાંયડામાં રાખવા અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપવું. સગર્ભા કે તબીબી સ્થિતિ ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું.
– હીટવેવથી બચવા શું ન કરવું –
તડકામાં બહાર જવાનું ટાળો ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે. આ સમયગાળામાં બહાર કામ કરવાનું ટાળવું, ઘાટા, ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું. જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત પ્રવૃતિઓ ટાળવી. ખુલ્લા પગે બહાર ન જવું, પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળવું. રસોઈ વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખોલવી. બાળકો અથવા પાળિયા પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં કારણકે તેઓ હીટવેવથી પ્રભાવિત થઈ શકે છે. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિકસ ટાળવું, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે. ઉચ્ચ પ્રોટીન ખોરાક ટાળવો અને વાસી ખોરાક ન ખાવો.
હાલ ઉનાળાની ઋતુમાં હીટવેવથી બચવા લોકો આ જાગૃતિના પગલાં લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા વહીવટી તંત્ર તરફથી આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી છે. આ બાબતે આવશ્યકતા જણાય તો દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન નં. 7859923844 તથા ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરવો.
