જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬
ખંભાળિયા વિસ્તારમાં રાત્રિના સમયે હાઈવે પર દોડતા વાહનો તેમજ ટ્રેક્ટર ટ્રોલી જેવા બેક લાઇટ વગરના વાહનોના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ટ્રેક્ટરની પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. આ માટે જિલ્લા ટ્રાફિક વિભાગના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા તેમની ટીમ દ્વારા અહીંના દ્વારકા હાઈવે માર્ગ પર ખેડૂતોના ટ્રેક્ટર ટ્રોલીમાં અકસ્માત નિવારી શકાય તે હેતુથી રેડિયમ રિફ્લેક્ટર લગાવી અને એક આવકારદાયક પગલું ભરવામાં આવ્યું હતું.





