દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટનું ઝળહળતું પગલું – જગત મંદિરને આકર્ષક લાઇટિંગ સાથે અનોખા શણગાર: રાત્રે પણ ધ્વજા અને મંદિરની દિવ્યતા જોઈ શકાશે

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫

      વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને તંત્ર દ્વારા સુંદર અને આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. હવે ભક્તો રાત્રે પણ મંદિર અને ધ્વજાજીના દર્શન કરી શકશે. 

       આ અંગેની વિગત આપતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટના હિમાંશુ ચૌહાણએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ જગતમંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા કૃષ્ણ ભક્તો હવે રાત્રિના સમયે પણ મંદિરની દિવ્યતા અને ભવ્યતા નિહાળી શકે અને ધ્વજાજી તેમજ મંદિરના દર્શન કરી શકે તેવા ઉમદા આશયથી મંદિર સત્તાવાળાઓ દ્વારા અનોખો અભિગમ દાખવીને દ્વારકાધીશ મંદિરને સુંદર આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. હવે દરરોજ મોડી રાત્રી સુધી કૃષ્ણ ભક્તો ધ્વજાજી અને મંદિરના દર્શન કરી શકશે. 

       મંદિરને સુશોભિત કરવા સાથે શ્રદ્ધાળુઓ ભક્તો માટેનું દ્વારકાધીશ મંદિર પ્રશાસનનું આ પગલું આવકારદાયક બન્યું છે. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *