


જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં લાખો પદયાત્રીઓ જોડાય છે અને સૌ યથા યોગ્ય સેવામાં સહભાગી થાય છે. ત્યારે ભાણવડ અબોલ જીવોની સેવા સાથે સંકળાયેલા એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના યુવાનો દ્વારા સતત ત્રણ દિવસ સુધી પગપાળા જતા યાત્રીઓ જે દૂરથી ચાલીને આવતા હોય જેથી કોઈને પગ , કમર, પીઠમાં અસહ્ય દુખાવો થતો જણાય તો સ્થળ પર દુખાવા માટેના સ્પ્રે, ટ્યુબ અને માલીસની સેવા પૂરી પાડવામાં આવી હતી. હજારો રૂપિયાની દવાઓ માટે આર્થિક સહાયની સેવા મૂળ ભાણવડના વતની અને હાલ પોર્ટુગલ સ્થિત પોપટ પરિવાર દ્વારા મદદ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં પેટના સંતાનો પણ માતા-પિતાની સેવા ના કરે તેવી સેવા આ યુવાનો દ્વારા કરવામાં આવી હતી અને પુણ્યનું ભાથુ બાંધ્યું હતું.
વળી જુદા જુદા સ્થળો પર સ્થિત કેમ્પમાં તો બધી સેવા સુવિધા લોકોને પ્રાપ્ત થઈ શકે ત્યારે આ ગ્રુપના યુવાનો દ્વારા જે તે સ્થળ પર જ બધી સુવિધા સાથે આ સેવા પૂરી પાડવામાં આવી જેથી આ યુવાનોની સેવા દરેક માટે પ્રેરણાદાયી બની રહી હતી.
આ સેવા પ્રવૃતિમાં ભાણવડના એનિમલ લવર્સના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, દત્ત દેસાઈ, વિજય ખૂટી, ધવલભાઈ, અરજણભાઈ, અક્ષય, મેહુલ, જયપાલ, લાલુ કારાવદરા, ગુલાબભાઈ, કિશોરભાઈ સાથે અન્ય ઉત્સાહી યુવાનો જોડાયા હતા







(ફોટો:- કુંજન રાડિયા)